The Official Website  
line decor
  
line decor
 
 
 
 

 
 
Profile

Rajendra Shukla - Photograph

કવિ પરિચય
નામ: રાજેન્દ્ર શુક્લ
પિતા: અનંતરાય શુક્લ
માતા: વિદ્યાગૌરી
જન્મ સ્થળ: બાંટવા, (જિલ્લો જુનાગઢ), ગુજરાત.
જન્મતારીખ: 12 ઓક્ટોબર 1942
સરનામું; 22/529, સત્યાગ્રહ છાવણી, જોધપુર ટેકરા, અમદાવાદ 380015, ગુજરાત, ભારત.
ટેલિફોન: 079 26861764.

વતન અને સર્જનનો ઉદગમસ્રોત : ગિરનાર, જુનાગઢ (ગુજરાત).

લગ્ન: સુપ્રસિધ્ધ વિદ્વાન પ્રા. કનુભાઈ જાનીના સુપુત્રી નયના જાની (એમ.એ. અંગ્રેજી વિષય સાથે, ગુજરાત યુનિવર્સિટીમા પ્રથમ, એફ. સી. દાવર સુવર્ણચંદ્રક વિજેતા) સાથે સન 1974માં.

સન 1975માં પુત્ર ધૈવતનો જન્મ.
સન 1977માં પુત્ર જાજ્વલ્યનો જન્મ.
શિક્ષણ
પ્રાથમિક:
મુખ્યત્વે બાંટવા 1954 સુધી (વચ્ચે વચ્ચે થોડા થોડા સમય માટે જામનગર તથા ભાવનગર).
માધ્યમિક:
મજેવડી (જિલ્લો જુનાગઢ) 1954 - 1956.
જુનાગઢ, બહાદુરખાનજી હાઈસ્કૂલ 1956 - 1959.
        અમદાવાદ, એચ. બી. કાપડિયા હાઈસ્કૂલ (એસ.એસ.સી.) 1960.
ઉચ્ચ શિક્ષણ:
જુનાગઢ, બહાઊદ્દીન કોલેજ (ઇંટર આર્ટસ) 1961 – 1963.
અમદાવાદ, એલ. ડી. આર્ટસ કોલેજ (બી.એ., વિષય સંસ્કૃત-પ્રાકૃત) 1964 – 1965.
અમદાવાદ, ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટી (એમ.એ., વિષય સંસ્કૃત-પ્રાકૃત, ખાસ વિષય કાવ્યશાસ્ત્ર). 1965 – 1967.
અધ્યાપન

       છોટાઉદેપુર, શ્રી નટવરસિંહજી આર્ટસ કોલેજ, 1967 – 1969 (સ્નાતક કક્ષા).
        અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, 1969 – 1970 (અનુસ્નાતક કક્ષા).
પાટણ (ઉ.ગુ.), કોટાવાલા આર્ટસ કોલેજ 1970 – 1971 (સ્નાતક તથા અનુસ્નાતક કક્ષા)
અમદાવાદ, વિવેકાનંદ આર્ટસ કોલેજ 1972 – 1973 (ખંડ સમય, સ્નાતક કક્ષા)
દાહોદ, નવજીવન આર્ટસ કોલેજ 1972 – 1973 (ખંડ સમય, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષા)
દાહોદ, નવજીવન આર્ટસ કોલેજ 1973 – 1977 (પૂર્ણ સમય, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષા)
દાહોદ, આર. એન્ડ એલ. પંડ્યા હાઇસ્કૂલ 1977 – 1982 (સંખ્યાધિક અધ્યાપક - ઉચ્ચતર માધ્યમિક કક્ષા).

નિવૃત્તિ

સન 1982માં પોતાના સંતાનો માટે પ્રવર્તમાન ઔપચારિક શાલેય શિક્ષણ પ્રક્રિયાના કોઈક અર્થપૂર્ણ વિકલ્પની શોધ કાજે સમય શક્તિ યોજવાના હોઈ    તથા જેમાં અશ્રદ્ધા પ્રગટી હોય તે વ્યવસાયમાંથી આજીવિકા ન લઈ શકાય તેવી નૈતિક પ્રતીતિને કારણે પતિ-પત્ની દ્વારા સંસ્થાકીય અધ્યાપનનો સ્વેચ્છયા ત્યાગ.

   1982થી -
        સંતાનોના સ્વશિક્ષણનું સક્રિય પર્યવેક્ષણ, સતત ચિંતન, તથા કાવ્ય સર્જન....

 પ્રકાશન
      
પ્રથમ કાવ્યનુ પ્રકાશન સન 1962માં “કુમાર” માસિકમાં.
તે પછી નિરંતર સાહિત્યિક સામયિકોમાં કાવ્યોનુ પ્રકાશન જેવા કે કુમાર કૃતિ, રે, કવિતા, મિલાપ, પરબ, કવિલોક, વિશ્વમાનવ, કંકાવટી, શબ્દસૃષ્ટિ, નવનીત-સમર્પણ, ગુજરાત, અભિયાન વગેરે.

કાવ્યસંગ્રહો

પ્રથમ કાવ્યસંગ્રહ “કોમલ રિષભ”નું સન 1970માં પ્રકાશન. પુનર્મુદ્રણ સન 1983 (હાલ અપ્રાપ્ય).
દ્વિતીય કાવ્યસંગ્રહ “સ્વવાચકની શોધ” (કાવ્યગુચ્છ રુપે દીર્ઘકાવ્ય), સન 1973 (હાલ અપ્રાપ્ય).
તૃતિય કાવ્યસંગ્રહ “અંતર ગાંધાર” સન 1981 (હાલ અપ્રાપ્ય).
ચતુર્થ પકાશન “ગઝલ સંહિતા” (450થી વધુ ગઝલોનો પાંચ મંડલનો સંપુટ – 1. સભર સુરાહી, 2. મેઘધનુના ઢાળ પર, 3. આ અમે નીકળ્યા, 4. ઝળહળ પડાવ, 5. ઘિર આયી ગિરનારી છાયા) સન 2005માં.

ઓડિયો સીડી
પાઠપ્રતિષ્ઠા ભાગ 1 (ગઝલેતર રચનાઓનો સ્વમુખે પાઠ) સન 2007.
પાઠપ્રતિષ્ઠા ભાગ 2 (ગઝલ રચનાઓનો સ્વમુખે પાઠ) સન 2007.
સહૃદય સમક્ષ ભાગ 1 (1981 થી 2006 દરમિયાન યોજાયેલા કાવ્યપઠનોના ધ્વનિમુદ્રણોનું ચયન) સન 2007.

શિલાલેખ સ્થાપના
કવિની વિશિષ્ટ રચના “દત્તથી દાતાર લગ”નું પૂ. મોરારિબાપુના અનુરોધથી શિલાલેખન તથા એમના જ વરદ હસ્તે ગિરનાર પર્વતની તળેટીમાં રુપાયતન સંસ્થાના પ્રાંગણમાં તે શિલાલેખનું  નરસિંહ મહેતા પારિતોષિક વિતરણ પ્રસંગે જ અનાવરણ. સન 2006.

વેબસાઇટ:
www.rajendrashukla.com - કવિની પોતાની વેબસાઇટનું ભાવકો દ્વારા પ્રતિષ્ઠાપન. સન 2007.

 

પારિતોષિક ઇત્યાદિ

 

  • ગુજરાત સરકારનું વર્ષના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનુ પ્રથમ પારિતોષિક પ્રથમ કાવ્યસંગ્રહ કોમલ  રિષભને સન 1970માં (કવિ શ્રી રમેશ પારેખ સાથે).
  • ગુજરાત સરકારનું વર્ષના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનુ પ્રથમ પારિતોષિક દ્વિતીય કાવ્યસંગ્રહ અંતર ગાંધારને સન 1981માં.
  • ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક દ્વિતીય કાવ્યસંગ્રહ અંતર ગાંધારને સન 1982માં.
  • કવિ શ્રી ન્હાનાલાલ પારિતોષિક દ્વિતીય કાવ્યસંગ્રહ અંતર ગાંધારને સન 1981માં.
  • શ્રેષ્ઠ ગઝલકારને આઇ.એન.ટી. દ્વારા પ્રતિ વર્ષ અપાતો કવિ કલાપી પુરસ્કાર સન 2001માં.
  • ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા “ગઝલસંહિતા”ને વર્ષના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકેનુ પ્રથમ પારિતોષિક, સન 2005.
  • વિદ્યમાન શ્રેષ્ઠ કવિને અપાતો ગુજરાતી કવિતાનો સર્વોચ્ચ, કવિ નરસિંહ મહેતા પુરસ્કાર સન 2006માં, પુજ્ય મોરારિદાસ બાપુના હસ્તે.
  • ગુજરાતી સર્જનક્ષેત્રે નોંધપાત્ર પદાન કરનારને ને સન 1928થી પ્રતિવર્ષ અપાતો રણજીતરામ સુવર્ણચંદ્રક સન 2006માં.
  • જુનાગઢ જીલ્લાના પનોતા પુત્ર તરીકે, ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા, જુનાગઢ મુકામે જાહેર સન્માન સન 2007.
  • કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી, દ્વારા “ગઝલસંહિતા”ને વર્ષના શ્રેષ્ઠ ગુજરાતી ગ્રંથ તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર, સન 2007.

 

(Profile in English)

 

 
 

 
Recent/News
A documentary film on Poet Shri Rajendra Shukla. More...

In His Own Voice
Listen to Ghazal "Patrasamvedana" in his own voice, Recorded in May, 2007.

Translation of his poems in English
"Vrund Gana" - The Eternal Cosmic Symphony - Translated by Dhaivat Shukla

Poet's other writings
Rajandra Shukla on His Creative Journey (in Hindi)

On Education
In search of a meaningful alternative of the prevalent formal education system.

On His Poetry
From various sourses

His Poetry With Music, Poetry in Music
Listen to Ghazal "Aavya Havaa ni Jem" sung by Bansari Yogendra