શ્રીમતી નયના જાની - પત્ની અને કવયિત્રી
શ્રીમતી નયના જાની અને રાજેન્દ્ર શુક્લ 1974માં લગ્નગ્રંથીથી જોડાયા. - તેમનું સાહચર્ય એટલે એક અલૌકિક સર્જનયાત્રા ...
કવયિત્રીની સર્જનપ્રતિભા, કાવ્યકૌશલ અને આંતરયાત્રાનો એક નમૂનો
અખંડ સંસ્મૃતિ
અશૂન્ય આ મહાદ્યુતિ,
અગમ્યની અલંકૃતિ !
અમંદ મંદ ઝંકૃતિ,
અનાદિ નાદની શ્રુતિ !
અચંચલા ચમત્કૃતિ,
ધરા રૂપે ધરું ધૃતિ !
અણુ અણુ મહીં અહો,
અપાર એ હિ વિસ્તૃતિ !
અશેષ આવરી રહે,
હિરણ્મયી જ આકૃતિ !
અદીઠ એ અનંતની,
નથી ક્ષણે ય વિસ્મૃતિ !
ન સ્વપ્ન, ના સુષુપ્તતા,
અખંડ એક જાગૃતિ !
- નયના જાની
*for previous posts click here
|