The Official Website  
line decor
  
line decor
 
 
 
 

 
 
Family & Friends

 

પત્રગઝલો - ભાગ 1

Rajendra Shukla

ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઉકલે કદાચ તારા નયનના ઉજાસમાં.

- રાજેન્દ્ર શુક્લ

Letter Side 1

પત્રસંવેદના

દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા, સખી !

આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !

હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !

જાગતી રાતે જગત ઊંઘે તદા -
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !

પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !

- રાજેન્દ્ર શુક્લ તારીખ 3 ફેબ્રુઆરી, 1975.
(ગઝલ સંહિતા, મંડલ 2, પૃ. 38)

"જત જણાવાનું તને" એ પત્રાવલીના પૂર્વાનુરણન રુપે રચાએલી પ્રથમ પત્ર ગઝલ. જેમા પત્રનો વિભાવ તથા પત્રાનુભૂતિ નિરૂપિત થાય છે. આ ગઝલનું શિર્ષક કવિશ્રીએ "પત્રસંવેદના" એવું એવું આપ્યું છે અને અકાદ સ્થળે પાઠપરિવર્તન પણ કર્યું છે એમ ગઝલસંહિતાના મુદ્રિત પાઠ પરથી જોઈ શકાય છે.આ પત્ર અંગ્રેજી ભાષામાં લખાએલો છે અને ગઝલ ગુજરાતીમાં, જે નીચે મુજબ છે. પત્રનો સળંગ નંબર 58 છે.

Letter side 2

3/2 evening.
Heavy, Sad, Gloomy

O my,
In this dark hemisphere of mine, all people say today is monday;but drooping my head softly I say nay! my time has stood still, moving not a second from the last friday! (No letter today, that too after the barren Sunday. Last letter from you received on Saturday which you completed and posted on Friday morning.) Perhaps my star is not favourable today, what else! O God, bestow this wretch with the strength to endure such calamities and to survive. - R.

(એક રસપ્રદ વાત: આ પત્ર ઝડપથી પહોંચે તે માટે કવયિત્રી પત્નીના માતુશ્રીના કાર્યાલયના સરનામે મોકલવામાં આવ્યો હતો.)

 

 

 
 

 
Recent/News
Poet recieves national award for best Gujarati Anthology of the year on 20th Feb, 08. More....

In His Own Voice
Listen to Ghazal "Patrasamvedana" in his own voice, Recorded in May, 2007.

Translation of his poems in English
"Avaaj" - The Sound - Translated by Nayana Jani

Poet's other writings
હજો હાથ કરતાલ - એક સ્વોપજ્ઞ ટિપ્પણ by Rajandra Shukla (in Gujarati)

On Education
In search of a meaningful alternative of the prevalent formal education system.

On His Poetry
From various sources

His Poetry With Music, Poetry in Music
Listen to Ghazal "Hajo Haath Karataal" sung by Paresh Bhatt.