અપરંપાર બન
પૂર્ણરુપે વ્યક્ત થા, સાકાર બન;
એ રીતે અવ્યક્તનો અણસાર બન.
વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત,
કોઈ કૂમળી વેલનો આધાર બન.
પિંડ પાર્થિવ પણ પછી પુષ્પિત થશે,
તું અલૌકિક સુરભીનું આગાર બન.
ચિત્તને જો ક્યાં ય સંચરવું નથી-
સ્થિર રહીને સર્વનો સંચાર બન.
કૈં ન બનવું એ ય તે બંધન બને,
તો બધું બન, એ ય વરંવાર બન.
આદ્ય જેવું જો નથી તો અંત ક્યાં,
એના જેવું તું ય અપરંપાર બન.
-રાજેન્દ્ર શુક્લ
06.04.2006.
*for previous posts click here
|