કૈંક દેખવા જોગું...
રાખવું મૌન રાખવા જોગું,
બોલવું તેય બોલવા જોગું.
ના બચે કૈં પામવા જોગું,
સ્થળ ન એકે રહે જવા જોગું.
ઓગળે એ ય જ્યાં નજર નાખો,
હોય જે કૈંક દેખવા જોગું.
કોણ પૂછે, વળી પૂછવું કોને,
છે અહીં કોણ પૂછવા જોગું !
લાદીને સામટું લઈ આવત,
દીઠું જો હોત લાવવા જોગું.
- રાજેન્દ્ર શુક્લ.
17.08.2007
*for previous posts click here
|