રૂડું રુમઝુમ રમતું આવે...
વ્યોમ ભોમ લગ ભમતું આવે,
રૂડું રુમઝુમ રમતું આવે.
ઊગમણે ઊગમતું આવે,
આણી ગમ આથમતું આવે.
ગમતું ને અણગમતું આવે,
એકમેકમાં શમતું આવે.
પૂર સમું ધમધમતું આવે,
ખમી ખાવ તો ખમતું આવે.
મૂળ થકું જાણ્યું અણનમને,
અમથું અમથું નમતું આવે.
આખે આખું ઝળાહળા આ,
એવું કૈં ટમટમતું આવે !
કોરે કોરે કુંભ પૂર્ણ આ,
ટીપે ટીપે ઝમતું આવે !
- રાજેન્દ્ર શુક્લ
23.09.2007.
*for previous posts click here
|