The Official Website  
line decor
  
line decor
 
 
 
 

 
 
This week's poem - Shabda Avataar

 

શબ્દ-અવતાર

પૂર્ણમાંથી અંશ અવતારી થયો,
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.

'તું' થઈને શુદ્ધ શૃંગારી થયો,
'હું' થઈ અવધૂત અલગારી થયો.

કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એજ ઉદ્ગારી થયો.

મુક્ત સ્વચ્છાએ જ બંધાયો સ્વમાં,
સ્થિર મટીને કેવો સંચારી થયો !

તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઈને પૂજારી થયો !

 

રાજેન્દ્ર શુક્લ.
27 જાન્યુઆરી, 1978.

(ગઝલ સંહિતા, મંડલ 1, પૃ. 11)


*for previous posts click here

 

 
 

 
Recent/News
A documentary film on Poet Shri Rajendra Shukla. More...

In His Own Voice
Listen to Ghazal "Patrasamvedana" in his own voice, Recorded in May, 2007.

Translation of his poems in English
"Vrund Gana" - The Eternal Cosmic Symphony - Translated by Dhaivat Shukla

Poet's other writings
Rajandra Shukla on His Creative Journey (in Hindi)

On Education
In search of a meaningful alternative of the prevalent formal education system.

On His Poetry
From various sources

His Poetry With Music, Poetry in Music
Listen to Ghazal "Aavya Havaa ni Jem" sung by Bansari Yogendra